અર્બુદા સેનાની કારોબારી સભા યોજાઈ:અર્બુદા સેનાએ માત્ર એક સમાજ પૂરતી નહિ દરેક સમાજ માટે છે; મહિલા સેના પણ બનાવવામાં આવશે

વિસનગર22 દિવસ પહેલા
  • વિરોધીઓ નુ વિરોધ કરવાનું કામ છે એ કર્યા જ કરશે - મહામંત્રી અર્બુદા સેના

વિસનગરમાં આદર્શ વિદ્યાલય હોલ ખાતે વિસનગર અને વિજાપુર તાલુકાની અર્બુદા સેનાની કારોબારી સભા યોજાઈ હતી. આ કારોબારી દ્વારા અર્બુદા સેનાને મજબૂત કરવા માટે, જેમાં અર્બુદા મહિલા સેના બનાવવા માટે જે આ અર્બુદા મહિલા સેના થકી જે રચનાત્મક કાર્યો કરવાના છે. તેમજ આગામી 15 મી ઓગસ્ટ ના રોજ રાષ્ટ્રવ્યાપી કામ કરવા જઈ રહ્યા છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યકમનું પણ આયોજન કરવા જઈ રહ્યા છે. તો તેને લઈ ચર્ચા કરવા માટે કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

15મી ઓગસ્ટના કાર્યક્રમો તૈયાર કરાયા
આ અંગે કારોબારી સભા અંગે દિવ્ય ભાસ્કર દ્વારા પૂછતા અર્બુદા સેના મહેસાણા જિલ્લા મહામંત્રી રાજુભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે અર્બુદા સેના સંગઠનને મજબૂત કરવા માટે, આગામી સમયમાં અમારી એક ભવ્ય કામગીરી ચાલી રહી છે. અર્બુદા મહિલા સેના બનાવવા માટે અને અર્બુદા મહિલા સેના બનાવી રચનાત્મક કાર્યો કરવા જઈ રહ્યા છે. આગામી 15મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રવ્યાપી, રાષ્ટ્રને સ્પર્શે એવું અને રાષ્ટ્રના વિકાસ માટે અર્બુદા સેના સહભાગી થાય તેવું કામ કરવા માટે જઈ રહ્યા છે. જેના પ્રદેશ માંથી કાર્યકમ ઘોષિત થયો છે.

અર્બુદા સમાજ કોઈ વ્યક્તિ કે પક્ષ પૂરતો નથી
15મી ઓગસ્ટના દિવસે અમે મહેસાણા જિલ્લામાં તાલુકા કક્ષાએ બ્લડ ડોનેશન કેમ્પ તથા વૃક્ષારોપણ કેમ્પનું આયોજન કરવા માટે જઈ રહ્યા છે. દરેકના જીવનમાં ઉપયોગી છે માટે અર્બુદા સેના એક સમાજ પૂરતી નહિ, પરંતુ દરેક સમાજ, કોમ્યુનિટી, દરેક વ્યકિતને સ્પર્શે એવું કામગીરી ઉપયોગી થાય તેવી અર્બુદા સેના દિન પ્રતિદિન કામ કરવા જઈ રહી છે. વધુમાં જણાવ્યું હતું કે વિરોધીઓનું વિરોધ કરવાનું કામ છે, જેઓ કર્યા કરશે. અર્બુદા સેના માત્ર એક વ્યક્તિ પૂરતી નહિ કે કોઈ પક્ષીય નથી. અર્બુદા સેના સમાજના તમામ જ્ઞાતિ આપણે કહીએ તો દૂધ દોહનારીઓને હિતમાં કામ કરવા જઈ રહી છે. શું દૂધ દોહનારી માત્ર એક સમાજની છે. તે તમામ સમાજની દોહનારી છે. તો એની અંદર અન્યાય થતો હોય તો ન્યાય અપવાવવાનું કામ પણ અર્બુદા સેના કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...