હતભાગીઓને શ્રદ્ધાંજલી:વિસનગરના ત્રણ દરવાજા ટાવર ચોક ખાતે અર્બુદા સેના દ્વારા મોરબી હોનારતના મૃતકો માટે કેન્ડલ માર્ચ યોજાઈ

વિસનગરએક મહિનો પહેલા

વિસનગર શહેરમાં આવેલા ત્રણ દરવાજા ટાવર ચોક ખાતે મોરબી દુર્ઘટનામાં અકાળે મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલી આપવા માટે અર્બુદા સેના દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અર્બુદા સેના દ્વારા ગુજરાત રાજ્યના તમામ તાલુકા મથકોએ મોરબી હોનારતના મૃતકોની આત્માની શાંતિ માટે મીણબત્તી સળગાવી મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી. આમ દુઃખદ ઘટના પ્રસંગે વિસનગરમાં પણ અર્બુદા સેના દ્વારા બધું ભૂલીને માનવતા પ્રસરાવી હતી અને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી બે મિનિટનું મૌન પાળ્યું હતું. જેમાં વિસનગર શહેર અને તાલુકાના અર્બુદા સેનાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી હોનારતમાં અનેક લોકોના મોત થયા હતા
વિસનગર તાલુકા અર્બુદા સેના પ્રમુખ નરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, રવિવારના દિવસે ગુજરાતના મોરબી ખાતે જે ગોઝારી ઘટના બની જેમાં ઝૂલતો પુલ તૂટવાથી અનેક લોકોના મૃત્યુ થયા તેના અનુસંધાને શ્રદ્ધાંજલી આપવા માટે ગુજરાત પ્રદેશ અર્બુદા સેના દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને, વિસનગર ખાતે આજે એકઠાં થઈ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.

કેન્ડલ માર્ચ યોજી પ્રાર્થના કરી
અર્બુદા સેનાના મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, મોરબી ખાતે જે ગોઝારી ઘટના બની હતી. જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ છે. જેના અનુસંધાને મૃત પામેલા સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા અર્થે ગુજરાત પ્રદેશ અર્બુદા સેના દ્વારા સૂચના અનુસાર સદગતની આત્માને શાંતિ આપવા માટે કેન્ડલ માર્ચ યોજી પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...