કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક:વિસનગર કોંગ્રેસ તાલુકા સંગઠનમાં નવા હોદ્દેદારોને નિમણુંક પત્ર એનાયત કરાયા; જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું- આ વખતે પ્રજા ભાજપને થપ્પડ મારશે

વિસનગરએક મહિનો પહેલા

વિસનગરમાં તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક ફન પોઇન્ટ હોટલ ખાતે મળી હતી. જેમાં જિલ્લા પ્રમુખ રણજીતસિંહ ઠાકોરની ઉપસ્થિતિમાં આ મિટિંગ યોજાઈ હતી. જેમાં વિસનગર શહેર અને તાલુકા સંગઠનમાં નિમણુક પામેલા નવા હોદ્દેદારોને નિમણુંકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ અમદાવાદ ખાતે કોંગ્રેસના રાહુલ ગાંધી આવનારા હોવાથી મોટી સંખ્યામાં વિસનગરમાંથી કાર્યકરો અમદાવાદ ખાતે લઇ જવા માટે તમામ કાર્યકતાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના જિલ્લા અને તાલુકાના કાર્યકતાઓ અને હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ વખતે પ્રજા ભાજપને થપ્પડ મારશે - રણજીતસિંહ ઠાકોર
આવનારી વિધાનસભાની ચુંટણીમાં વિસનગર વિધાનસભાની સીટમાં તૈયારી અંગે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા વિધાનસભાની સીટ માટે પૂરેપૂરી તૈયારીઓ પાર્ટી કરીને બેઠી છે. આ વખતે લોકોનો મત છે. લોકોને બદલાવ જોઈએ છે. અત્યારે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને વેપારી વર્ગ પીસાઈ રહ્યો છે, મોંઘવારીએ માજા મૂકી દીધી છે. આ વખતે પ્રજા ભાજપને થપ્પડ મારશે એવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું કહેવું છે.

સક્ષમ કાર્યકરોને મજબૂત કરવા માટે મિટિંગનુ આયોજન - વિજયસિંહ ઠાકોર
કાર્યક્રમ અંગે વિસનગર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિજયસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે વિસનગર તાલુકા કોંગ્રેસ સમિતિની મિટિંગમાં નવા પ્રમુખ મંત્રીઓની નિમણુક માટે મિટિંગ બોલાવવામાં આવી છે. કોંગ્રેસને મજબૂત કરવા માટે નવ યુવાનોને જોડી બહુ જંગી જાહેર પ્રચાર કરવા માટે અમારા સક્ષમ કાર્યકરોને મજબૂત કરવા માટે મિટિંગનુ આયોજન કર્યું છે. જેથી કરીને બધા સાથ અને સહકારથી કોંગ્રેસને આગળ લાવે તેવી આશાથી અમે કામકાજ કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...