તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વિસનગરના સાર્વ.સ્મશાનમાં ગેસની બીજી ભઠ્ઠી ચાલુ કરાઈ

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી લહેરમાં મૃતદેહોનો ધસારો વધતાં ભઠ્ઠી એક જ હોવાથી એંગલો બળી ગઇ હતી

વિસનગર શહેરના પટણી દરવાજા વિસ્તારમાં અાવેલ સાર્વજનિક સ્મશાનમાં ગેસની બીજી ભઠ્ઠીની કામગીરી પૂર્ણ થતાં શુભારંભ કરાયો હતો. કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરતાં મૃતદેહોનો ધસારો વધતાં સ્મશાનમાં ગેસની ભઠ્ઠીની અેંગલો બળી ગઇ હતી તેવામાં અંતિમ વિસામો ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ પટેલ(અાર.કે.) દ્વારા અેક ભઠ્ઠી બગડે તો બીજી ઉપયોગમાં લઇ શકાય તે માટે તેની બાજુમાં બીજી ભઠ્ઠી તૈયાર કરવાનો નિર્ણય લેવામાં અાવ્યો હતો.

જે માટે અમેરિકા સ્થિત હિતેશભાઇ પટેલ દ્વારા 21 લાખનું દાન જાહેર કરવામાં અાવ્યું હતું જેની કામગીરી પૂર્ણ થતાં દાતા હિતેશભાઇના પત્ની જ્યોત્સનાબેન પટેલના હસ્તે ભઠ્ઠીનો શુભારંભ કરાયો હતો. સાંકળચંદ યુનિના પ્રેસિડેન્ટ પ્રકાશભાઇ પટેલ, ભરતભાઇ ચોક્સી, હરેશભાઇ પટેલ, કિર્તીભાઇ પટેલ, બાબુભાઇ વાસણવાળા સહિતના અગ્રણીઅો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...