તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર દરમિયાન મોત:વિસનગરના પાલડીમાં વૃદ્ધાને સાપે દંશ મારતાં મોત નિપજ્યું

વિસનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પશુને ઘાસચારો નાખવા જતાં દંશ માર્યો

વિસનગર તાલુકાના પાલડી ગામમાં રહેતા ૬૦ વર્ષિય વૃદ્ધ મહિલા વાડામાં ગાયો દોહવા અને ઘાસચારો નાખવા ગયા હતા તે દરમિયાન એકાએક ઝેરી સાપે તેમના જમણા હાથે દંશ મારતો વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતનો નોંધ કરી છે. તાલુકાના પાલડી ગામમાં રહેતા ચૌધરી મેનાબેન હરિસંગભાઈ બુધવારના રોજ ગામના પરા વિસ્તારમાં આવેલ તેમના વાડામાં ગાયોને ઘાસ નાખવા તેમજ દોહવા માટે ગયા હતા.

તે દરમિયાન એકાએક તેમના જમણા હાથે ઝેરી સાપે દંશ મારતાં તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી જેથી આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ મેનાબેનને તાત્કાલિક સારવાર અર્થે વિસનગરની સિવિલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે લઇ જવાનું કહેતા તેમને નૂતન હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં મેનાબેન નું સારવાર દરમિયાન મોત નીપજતાં આ બનાવ અંગે પોલીસે માનસંગભાઈ હરીશભાઇ ચૌધરીના નિવેદનના આધારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતની નોંધ કરી છે.

અન્ય સમાચારો પણ છે...