તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસીબીની કાર્યવાહી:વિસનગરમાં ચૂંટણી અધિકારી 1 લાખની લાંચ લેતાં પકડાયો

વિસનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પંચાયત સવાલા બેઠકનાં મહિલા ઉમેદવારના પતિ પાસે રૂ.3 લાખ માગતાં ગાંધીનગર એસીબીનું વિસનગર સર્કિટ હાઉસમાં છટકું
 • મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના ક્લાસ-1 સહકારી અધિકારી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે ફોર્મ માન્ય રાખવા પેટે 3 લાખની લાંચ માંગી હતી

મહેસાણા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સવાલા બેઠક ઉપર કરાયેલી વાંધા અરજીમાં ફોર્મ મંજૂર કરાવવા બાબતે ઉમેદવારના પતિ પાસે રૂ.3 લાખની લાંચ માંગનારા મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સહકારી અધિકારી (ગ્રેડ-1) રાજેન્દ્રકુમાર પ્રતાપજી બ્રહ્મભટ્ટ (57)ને ગાંધીનગર એસીબીની ટીમે ગુરુવારે વિસનગર તાલુકા પંચાયતના સર્કિટ હાઉસમાં છટકું ગોઠવી રૂ.એક લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા હતા. ચૂંટણી કામગીરીમાં લાંચ લેતાં કોઇ અધિકારી પકડાયાની જિલ્લામાં આ પહેલી ઘટના છે.

જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિસનગર તાલુકાની 5 બેઠકો માટે વિસનગર તાલુકા પંચાયત સર્કિટ હાઉસ ખાતે ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા પંચાયતની સવાલા બેઠકમાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ ફોર્મ રદ કરવા વાંધા અરજી આપી હતી. જેમાં કોંગ્રેસનાં મહિલા ઉમેદવારના પતિ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનના પત્ની દ્વારા વાંધાઓનો લેખિત ખુલાસો કરાયો હતો. જેમાં ચૂંટણીની કામગીરી કરતા અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરી સહકારી મંડળીઓ (દૂધ) મહેસાણાના સહકારી અધિકારી રાજેન્દ્રકુમાર પ્રતાપજી બ્રહ્મભટ્ટે ઉમેદવારના સંબંધીને ફોર્મ મંજૂર કરવા તેમજ સાહેબ પાસે હુકમ કરાવવા બાબતે એક લાખ રૂપિયા અલગથી તથા સાહેબના જુદા એ રીતે રૂ.3 લાખની લાંચની માંગણી કરી હતી. જેથી મહિલા ઉમેદવારના પતિએ આ અંગે ગાંધીનગર એસીબી કચેરીમાં સંપર્ક કર્યો હતો.

જેના પગલે ગાંધીનગર એસીબી પીઆઇ એચ.બી. ગામેતી અને સુપરવિઝન અધિકારી એ.કે. પરમાર સહિત સ્ટાફે ગુરુવારે વિસનગર સર્કિટ હાઉસમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ રૂ.એક લાખની લાંચ લેતાં ઝડપાઇ ગયા હતા.

મોડી રાત્રે રાજુ બ્રહ્મભટ્ટના સિદ્ધપુર નિવાસે સર્ચ
મોડી રાત્રે રાજુ બ્રહ્મભટ્ટના સિદ્ધપુર નિવાસે સર્ચ

વાંધા અરજીની સુનાવણીના બીજા દિવસે રાજુ બ્રહ્મભટ્ટે ફોન કરીને કહ્યું, આ કામ મેં કર્યું છે, ત્રણ લાખ રૂપિયા આપવા પડશે
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન હસમુખભાઇ ચૌધરીએ જણાવ્યું કે,મારી પત્ની રાજીબેનની ઉમેદવારીમાં રજૂ કરેલા સોગંદનામા વિરુદ્ધ થયેલી વાંધા અરજીની સુનાવણી બાદ બીજા દિવસે આર.પી. બ્રહ્મભટ્ટનો મારા પર ફોન આવેલો અને કહ્યું કે,આ મેં કર્યું છે, એટલે ત્રણ લાખ રૂપિયા આપવા પડશે. જેમાંથી એક લાખ રૂપિયા મારા અને બે લાખ રૂપિયા બીજા સાહેબના. ત્યાર બાદ પૈસાની ઉઘરાણી કરતાં મેં એસીબીનો સંપર્ક કર્યો હતો અને ગુરુવારે બપોરે 3 વાગે તેમના હાથમાં મેં એક લાખ રૂપિયા આપતાં ઝડપાઇ ગયા હતા.

મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર પણ શંકાના દાયરામાં
​​​​​​​લાંચ કેસમાં ફરિયાદમાં રાજુ બ્રહ્મભટ્ટે પોતાના એક લાખ અને બાકીના સાહેબના તે મુજબ કરેલી માંગને આધારે પોલીસ તપાસનો રેલો જિલ્લા રજિસ્ટ્રાર કચેરી સુધી પહોંચી શકે છે.

પુરાવા આધારે રજિસ્ટ્રાર સામે કાર્યવાહી થઇ શકે
રાજુ બ્રહ્મભટ્ટના બેન્ક એકાઉન્ટ સહિતની તપાસ થશે, ફરિયાદ મુજબ પુરાવા મળશે તો જિલ્લા રજિસ્ટ્રાર સામે પણ કાર્યવાહી થઈ શકે છે.> એચ.બી. ગામેતી, પીઆઈ ગાંધીનગર એસીબી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો