નવા વર્ષની ધામધૂમથી ઉજવણી:વિસનગરમાં નૂતન સર્વ વિદ્યાલયમાં વાર્ષિકોત્સવનું આયોજન કરાયું; વિદ્યાર્થીઓએ અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં આવેલા નૂતન સર્વ કેળવણી મંડળ સંચાલિત નૂતન સર્વ વિદ્યાલયમાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિકોત્સવમાં બાળકો દ્વારા અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી બાળકોએ મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આમ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો હાજર રહ્યા હતા.

નૂતન વિદ્યાલય ખાતે શાળાની શૈક્ષણિક પ્રવુતિઓ સાથે બાળકોમાં સાંસ્કૃતિક પ્રવુતિઓનું પણ સિંચન થાય અને તેમનામાં કળા ઉત્પન્ન થાય તે માટે વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જુનિયર કે.જી અને ધોરણ 1ના વિદ્યાર્થીઓ દ્વારા શાન્તા કલોઝના ડ્રેસમાં ઝીંગલ બેલ ડાન્સ રજૂ કરાયો હતો. ત્યારબાદ ધોરણ 2ના વિદ્યાર્થીઓ દ્વારા બ્લેક એન્ડ વ્હાઈટ શૂટમાં અંગ્રેજી ગીત પર ડાન્સ કર્યો હતો. ધોરણ 7 અને ધોરણ 8ની વિદ્યાર્થિનીઓ દ્વારા વિવિધ ડાન્સ કરવામાં આવ્યા હતા. જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમના સફળ આયોજન બદલ નૂતન સર્વ કેળવણી મંડળના ચેરમેન પ્રકાશભાઈ પટેલે શાળાના આચાર્ય સહિત તમામ સ્ટાફ ગણનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...