બંને બાઈક સામ સામે ટકરાયા:તિરૂપતિ પાર્કની સામે પુદગામ જતા રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો; ઇજાઓ પહોંચતા ફરિયાદ નોંધાઇ

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના તિરૂપતિ પાર્કની સામે પુદગામ જતા રોડ પર કમાણા ગામના કાકો અને ભત્રીજો બાઇક પર લોકાચાર પતાવી ઘરે પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન બીજા અન્ય બાઇક ટક્કર મારતા નીચે પડી જવાથી ઇજાઓ પહોંચી હતી. આમ, ઇજાઓ પહોંચાડતા બીજા બાઇક ચાલક સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
વિસનગર તાલુકાના કમાણા ગામના નિકુંજ વિનુભાઈ પટેલ તેના કાકા મુકેશ ગણેશભાઈ પટેલ ટુંડાવ ખાતે બાઇક લઈને લોકાચાર ગયા હતા. જ્યાં લોકાચાર પતાવી બન્ને કાકો ભત્રીજો પરત ફરી રહ્યાં હતા. ત્યારે તિરૂપતિ પાર્ક સામે પુદગામ જતા રોડ પર સામેથી એક બાઇક ચાલકે ટક્કર મારી હતી. જ્યાં બંને બાઇક વચ્ચે અકસ્માત થતાં ટક્કર મારનાર બાઇક ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. જે બાઇકના ચાલકે ટક્કર મારી ઇજાઓ પહોચાડતા નિકુંજે બીજા બાઇક ચાલક સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...