એમ્બ્યુલન્સ અર્પણ:વિસનગર રોટરી ક્લબ અને સિદ્ધેશ્વરી ટ્રસ્ટની વોલેન્ટરી બ્લડ બેન્કને એમ્બ્યુલન્સવાન ભેટ

વિસનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રોટરી ક્લબ અને સિધ્ધેશ્વરી ટ્રસ્ટ દ્વારા વોલેન્ટરી બ્લડ બેન્કને અેમ્બ્યુલન્સવાન અપાઇ હતી - Divya Bhaskar
રોટરી ક્લબ અને સિધ્ધેશ્વરી ટ્રસ્ટ દ્વારા વોલેન્ટરી બ્લડ બેન્કને અેમ્બ્યુલન્સવાન અપાઇ હતી
  • રક્તદાન કેમ્પ હેતું તથા દર્દીઓની સેવા માટે એમ્બ્યુલન્સ અર્પણ
  • બંને ટ્રસ્ટના હોદ્દેદારો અને શહેરના પ્રબુદ્ધ અગ્રણીઓ હાજર રહ્યા

વિસનગર વોલન્ટરી બ્લડ બેંકને રોટરી ક્લબ વિસનગર અને સિદ્ધેશ્વરી માતાજી કડા ટ્રસ્ટ દ્વારા બ્લડ બેંક માટે રક્તદાન કેમ્પના હેતુ માટે અને વિવિધ દર્દીઓની સેવા માટે ઉપયોગ સારું એમ્બ્યુલન્સ વાન ભેટ આપવામાં આવી છે. આ ભેટ અર્પણ વિધિમાં રોટરી કલબના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ તથા તેમની ટીમ અને જગદીશભાઈ પટેલ, ડોક્ટર ઝવેરી, ડોક્ટર જે.સી પટેલ, પ્રતાપભાઈ ચૌધરી સહિત સિધ્ધેશ્વરી માતાજી મંદિર કડાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એમ્બ્યુલન્સ બ્લડ બેંકને અર્પણ કરી હતી.

જેથી બ્લડ બેંકના પ્રમુખ રાજુભાઈ કે. પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી કિર્તીભાઇ જે. પટેલ તથા અન્ય ટ્રસ્ટીઓ કરસનભાઈ પટેલ, નટુભાઈ પટેલ, કોપર સિટીના પ્રમુખ પરેશભાઈ પટેલ, પ્રવીણભાઈ ચૌધરી સહિતનાઅોઅે રોટરી ક્લબ અને સિધ્ધેશ્વરી માતાજી કડા ટ્રસ્ટનો અાભાર માન્યો હતો. વિસનગર બ્લડ બેંકના આ એમ્બ્યુલન્સ વાન ભેટ મળતાં રક્તદાન કેમ્પમાં સરળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...