છેતરપિંડી:વિસનગરમાં દુકાનના માલિક ન હોવા છતાં અન્યને કરારથી આપી દઇ ઠગાઇ

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાડુઆતે દુકાનનું વીજમીટર પણ પોતાના નામે કરાવી દીધું

વિસનગરના વતની અને હાલ મલેશિયા રહેતા રમેશચંદ્ર ચુનીલાલ શાહની શહેરના મંડી બજારમાં વડીલોપાર્જીત મિલકતમાં એક મકાન અને ચાર દુકાનો આવેલી છે.

રમેશચંદ્રની માતા લક્ષ્મીબેન આ દુકાનો ભાડેથી આપી ગુજરાન ચલાવતાં હતાં. રમેશચંદ્રના પિતા ચુનીલાલ શાહે સર્વે નં. 151વાળી દુકાન બબાભાઇ જોઇતારામ પટેલને છ માસ માટે ભાડેથી આપવા કરાર કરી આપ્યો હતો. જે દુકાનનો બબાભાઇએ કબજો મેળવી પોતે દુકાનના માલિક ન હોવા છતાં આ દુકાન પટેલ હરગોવિંદ અંબારામભાઇ, પટેલ ઇલાબેન અશોકભાઇ અને પટેલ શાન્તાબેન ત્રિકમદાસને કરારથી સોંપી દીધી હતી.

જ્યારે દુકાનનું વીજમીટર પોતાના નામે કરી દીધું હતું. ઉપરાંત, દુકાનનો કાયમી કબજો મેળવવા રમેશચંદ્રના પિતા ચુનીલાલ શાહના વિરુદ્ધમાં વિસનગર સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરી તેમના વારસદાર પટેલ અશોકભાઇ હરગોવિંદદાસ, પટેલ હર્ષદભાઇ હરગોવિંદાસ, પટેલ પુરીબેન હરગોવિંદાસે કબજો લઇ છેતરપિંડી કર્યાની રમેશચંદ્રને જાણ થતાં તેમણે આ બાબતે વિસનગર શહેર પોલીસ મથકમાં હરગોવિંદ અંબારામ પટેલ, ઇલાબેન અશોકભાઇ પટેલ, શાન્તાબેન ત્રિકમદાસ પટેલ, અશોક હરગોવિંદદાસ પટેલ, હર્ષદ હરગોવિંદાસ પટેલ, પુરીબેન હરગોવિંદદાસ પટેલ, બબા જોઇતારામ પટેલ અને અમૃત ત્રિકમદાસ પટેલ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...