મુલાકાત:કોરાના મૃતકોને સહાય, નોકરી મુદ્દે કોંગ્રેસ લડત આપવા તૈયાર: ધાનાણી

વિસનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર તાલુકામાં ન્યાયયાત્રામાં શ્રદ્ધાંજલિ અપાઇ

વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસની ન્યાય યાત્રા અંતર્ગત વિસનગર તાલુકાના દેણપ, વાલમ, બોકરવાડા અને જેતલવાસણા ગામોમાં જઇ કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. વાલમમાં ધાનાણીએ કોરોનામાં મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયા સહાય, જે સાત દિવસથી વધુ સમય હોસ્પિટલમાં દાખલ રહ્યા હોય તેનું બિલ સરકાર આપે તેમજ નોકરી દરમિયાન મૃત્યુ પામેલ કોરોના વોરિયર્સના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની કોંગ્રેસ દ્વારા માંગણી કરાઇ છે અને તે પૂરી કરાવવા કોંગ્રેસ કટીબધ્ધ છે. કાયદાકીય લડત આપવી પડશે તો પણ આપીશું.

અન્ય સમાચારો પણ છે...