તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વિસનગરના યુવકની હત્યાના ગુનામાં ફરાર 4 શખ્સોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા

વિસનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છોકરી ભગાડી જવા મામલે થયેલા ઝગડાની અદાવતે યુવકની હત્યા કરાઇ હતી

વિસનગરના લાલ દરવાજા વિસ્તારમાં દરગાહ પાસે અગાઉ છોકરી ભગાડી જવા મામલે થયેલા ઝગડાની અદાવત રાખી યુવકની હત્યા કરવાના ગુનામાં ફરાર ચાર આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી વિસનગર પોલીસને સોંપ્યા હતા. પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

શહેરના નવાવાસમાં રહેતા ઇમ્તિયાઝભાઇ ઉસ્માનભાઇ મનસુરીના ભાઇની દીકરીને લાલ દરવાજા વિસ્તારમાં રહેતી અમીનાબાનુનો ભત્રીજો મોઇનશા ભગાડી જતાં ઇમ્તિયાઝના ભત્રીજા યુસુફ ઉર્ફે મુન્ના સહિતના શખ્સોએ અમીનાને માર મરાતાં પોલીસ મથકે ફરિયાદ થઇ હતી. 12 ફેબ્રુઆરીની રાત્રે યુસુફ ઉર્ફે મુન્નો મહંમદભાઇ લાલ દરવાજા પાસે ગેબનશાહ પીરની દરગાહ પાસે બેઠો હતો,ત્યારે ઇમ્તિયાઝ પણ નમાજ પઢવા તેમજ દરગાહમાં રિપેરિંગ ચાલતું હોઇ જોવા આવ્યા હતા.

ત્યારે ઇકો લઇને આવેલા આફતાબ ઇમામશા ફકીર, માજીદખાન ઉમરખાન પઠાણ, રહેમાનશા ઉમરશા ફકીર, વસીમ ઉર્ફે પીન્ટો નાસિરખાન બલોચે યુસુફ ઉર્ફે મુન્નાને પાઇપ અને ટોમી જેવા હથિયારોથી માર મારી બાજુમાં આવેલા તળાવમાં નાંખી દીધો હતો. જેનું મહેસાણા સિવિલમાં સારવાર દરમિયાન મોત થતાં પોલીસે 5 સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં ફરાર ચારેયને અમદાવાદથી ઝડપી લઇ વિસનગર પોલીસને સોંપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો