શાંતિ સમિતિની બેઠક:વિસનગરમાં ત્રણ વર્ષ બાદ મોહરમ પર્વ પર તાજીયા નીકળશે; કોરોનાના કારણે ત્રણ વર્ષથી બંધ હતા

વિસનગર7 દિવસ પહેલા

વિસનગરમાં આ વર્ષે મોહરમ પર્વ પર તાજીયા કાઢવા માટેનુ મુસ્લિમ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિસનગર શહેર પોલીસ મથકમાં શહેર પી.આઇ એસ.એસ.નિનામાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં તાજીયા શાંતિ પૂર્ણ થાય અને કોઈ અશાંતિ ડહોળાય નહિ માટે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતિ સમિતિ ની બેઠકમાં વિસનગર હિન્દુ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તાજીયાના રુટ અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

શહેરમાં ત્રણ વર્ષ બાદ તાજીયા નીકળશે
વિસનગરમાં કોરોના મહામારીના કારણે ત્રણ વર્ષથી તાજીયા કાઢવામાં આવતા ન હતા. જેમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ પર તાજીયા કાઢવામાં આવે છે. જેને કોરોનાનું ગ્રહણ નડતા ત્રણ વર્ષ સુધી તાજીયા બંધ રહ્યા હતા. પરંતુ આ વર્ષે ફરીથી તાજીયા કાઢવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

વિસનગરમાં ઉલ્લાસ સાથે તાજીયા નીકળશે
​​​​​​​
વિસનગરમાં આ વર્ષે ભારે ઉલ્લાસ સાથે તાજીયા કાઢવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. મોહરમ પર્વ પર વિસનગર માંથી 2 તાજીયા નીકળશે. જેમાં એક કસ્બા ના મોટા અને નવાવાસ ના નાના મહોરમ. આ મહોરમ 8 તારીખે રાત્રે 11 વાગે નવાવાસમાંથી નીકળશે જે ગુંદીખાડ, માયા બજાર, કન્યા શાળા, એક ટાવર અને મેઈન બજાર. ત્યાર પછી 9 તારીખે આશરે બપોરે 4 કલાકે કસ્બા માંથી તાજીયા મેઈન બજાર, ગુલઝાર પાન હાઉસ ત્યાંથી નાના મહોરમ પાછળ રહેશે. ત્યાંથી લાલ દરવાજા, વડનગરી દરવાજા અને દેળીયા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...