વિરામ બાદ વરસાદનું ફરી આગમન:વિસનગરમાં આગ ઝરતી ગરમી બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી, ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

વિસનગર18 દિવસ પહેલા

વિસનગર પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. જેમાં આગ ઝરતી ગરમીના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા. સવારથી સાંજ સુધી ખૂબ જ પ્રમાણમાં ગરમી જોવા મળતી હતી. જેમાં આજે સવારથી ભારે ગરમી બાદ બપોરે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વિસનગર પંથકના અનેક વિસ્તારમાં વરસાદ થયો હતો. જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તો વિસનગરના કાંસા ચોકડીથી આઈ.ટી.આઈ ચોકડી ફાટક સુધી ટ્રાફિકજામના દ્રશ્યો પણ થોડીવાર માટે સર્જાયા હતા.

લોકોએ ગરમીથી હાસ્કારો અનુભવ્યો
વિસનગર પંથકમાં અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેને લઇ લોકોએ ગરમીથી હાસ્કારો અનુભવ્યો હતો. તો વરસાદ વરસતા ફરીથી વિસનગર શહેરના તેમજ ગામડાઓમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. જેમાં વિસનગરના થલોટા રોડ, શુકન હોટલ આગળ, આઇ.ટી.આઇ.ચોકડી, કાંસા.એન.એ વિસ્તાર, તિરૂપતિ ટાઉનશિપ સહિત અનેક વિસ્તારો આગળ પાણી ભરાયાં હતા.

અન્ય સમાચારો પણ છે...