અકસ્માત:બાસણા પાસે રસ્તો ઓળંગતાં બાળકને બાઇકે અડફેટે લીધો

વિસનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડ પર પટકાતાં બાઇકચાલકને પણ ઇજાઓ

વિસનગરના બાસણા નજીક રોડ ક્રોસ કરી રહેલા 7 વર્ષના બાળકને બાઇકચાલકે ટક્કર મારતાં ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવમાં બાઇકચાલકને પણ ઘવાયો હતો. મહેસાણાના ગઢાના પરમાર અમરતભાઇ પશાભાઇ બે દિવસ અગાઉ તેમની પત્ની ગીતાબેન અને ચાર બાળકો સાથે અમદાવાદ લગ્ન પ્રસંગમાં ગયા હતા.

આ પ્રસંગ પતાવી અમદાવાદથી વિસનગર આવ્યા હતા અને ત્યાંથી ખાનગી વાહનમાં બાસણા નજીક ગઢા પાટિયા નજીક ઉતર્યા હતા. અમરતભાઇ તેમના પરિવાર સાથે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે બાઇક (જીજે 02 ડીસી 8323)ના ચાલકે અમરતભાઇના 7 વર્ષના દીકરા સાર્થને ટક્કર મારતાં તેને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અમરતભાઇ પરમારે વિસનગર પોલીસમાં કુવાસણાના બાઇકચાલક પરમાર જયસિંહ પુંજાભાઇ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...