એક્ટિવાની ટક્કરે વૃદ્ધનું મોત:વિસનગરમાં રોડ ક્રોસ કરતા વૃદ્ધને એક્ટિવા ચાલકે ટક્કર મારતા મોત, પોલીસે ચાલક સામે ગુનો નોંધાયો

વિસનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર શહેરમાં આવેલ સોના કોમ્પલેક્ષમાં ક્રિષ્ણા ચૂલા ઢોંસા દુકાન સામે કોઈ અજાણ્યા એક્ટિવા ચાલકને વૃદ્ધને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં ખસેડવામાં આવતા તેમનું મોત નિપજ્યું હતું. જેમાં વૃદ્ધના પિતાએ વિસનગર શહેર પોલીસ મથકમાં અજાણ્યા એક્ટિવા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

રોડ ક્રોસ કરતી વખતે એક અજાણ્યા એક્ટિવા ચાલકે ટક્કર મારી
વિસનગરના કાંસા.એન. એ વિસ્તારની સેતુ કેતુ સોસાયટીમાં રહેતા સતીષકુમાર પ્રહલાદભાઈ પટેલ કે જેમના પિતા પ્રહલાદભાઈ પટેલ પણ એમની સાથે રહે છે. જેઓ ડોકટર હાઉસની બાજુમાં આવેલ દુકાનમાં બેસવા માટે જતા હતા. જેમાં પ્રહલાદભાઈ જય અંબે નામની દુકાનમાંથી સોના કોમ્પલેક્ષમાં આવેલી ચાની લારી બાજુ ગયા હતા. પરત આવતી વખતે રોડ ક્રોસ કરતી વખતે એક અજાણ્યા એક્ટિવા ચાલકે ટક્કર મારતા માથાનાં પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા નૂતન જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ડૉકટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પોલીસે એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
​​​​​​​
આમ કોઈ અજાણ્યા એક્ટિવા ચાલકે રોડ ક્રોસ કરતા વૃદ્ધને ટક્કર મારી ઇજાઓ પહોચાડતા તેનું મોત થતા એના પુત્ર સતીષભાઈ પટેલ દ્વારા વિસનગર શહેર પોલીસ મથકમાં અજાણ્યા એક્ટિવા ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો. જેમાં પોલીસે આઇપીસી અધિનિયમ કલમ 279,304A, 337, 338 તેમજ મોટર વાહન અધિનિયમ કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...