વિસનગરમાં ઇકો ગાડીએ એક્ટિવાને ટક્કર મારી:એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત; પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર શહેરના પાલડી ચોકડી નજીક સમર્થ ઓફિસ આગળ રોડ પર ઇકો ગાડીના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે ઇકો ગાડીના ચાલક સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
સંદીપ ચૌધરીની હકીકતના આધારે તેઓ મહેસાણાથી કામ પતાવી બાઇક લઇ ખેરાલુ જવા નીકળ્યા હતા. જ્યાં પાલડી ચોકડી નજીક સમર્થ ઓફિસ આગળ રોડ પર અકસ્માત થયેલો હોય તપાસ કરતા જેમાં ઇકો ગાડી અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. જ્યાં વિસનગરના પાલડી સમર્થ ઓફિસ રોડ પર ખેરાલુના દેસાઈ રાજેશ ગોદડભાઈ એક્ટિવા લઈને જઈ રહ્યાં હતા. ત્યારે ઇકો ગાડી સાથે અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જેમાં મૃતદેહને પી.એમ અર્થે મોકલી દેવામાં આવ્યો હતો અને સંદીપ ચૌધરી એ ઇકો ગાડી ચાલક સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...