તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન નામંજૂર:વિસનગરમાં યુવકના અપહરણ પ્રયાસના કેસમાં આરોપીના જામીન નામંજૂર કરાયા

વિસનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં રહેતા યુવક પાસેથી સટ્ટાના હારી ગયેલ રૂ. 17 લાખ લેવા મુદ્દે ઉઘરાણી કરવા આવેલ શખ્સો દ્વારા અપહરણનો પ્રયાસ કરવાના ગુનામાં ધરપકડ કરાયેલ આરોપીએ વિસનગરકોર્ટમાં જામીન અરજી મુકતાં કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે.

શહેરની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા પ્રકાશભાઇ અમરતલાલ પટેલ આઇપીએલમાં પ્રકાશભાઇ ફોન ઉપર વિજયભાઇ પટેલ પાસે ક્રિકેટનો સટ્ટો લખાવતા હતા. જેમાં તેઓ 17 લાખ હારી જતાં વિજયભાઇએ પૈસાની ઉઘરાણી કરી સોપારી આપી ઉપાડી દેવાની ધમકી આપી હતી.14 નવેમ્બરે પ્રકાશભાઇ નો કારમાં અપહરણનો પ્રયાસ કરતાં અલીફખાન ઇમ્તિયાઝખાન ખોખર અને મહંમદઇમરાન મહંમદ નીઝામ સીદ્દીકીને લોકોને પકડી લીધા હતા. પાછળથી પોલીસે જાકીરખાન ખોખરની ધરપકડ કરી હતી. જાકીર હુસેને કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. સરકારી વકીલ કે.એમ.જોષીની દલીલો ગ્રાહ્ય રાખી એડીશનલ સેશન જજ યુ.એમ.ભટ્ટે અરજી ફગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...