આદેશ:ધામણવામાં યુવતી પર દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિસનગર સેશન્સ કોર્ટે સજા અને રૂ.25 હજાર દંડ પણ ફટકાર્યો
  • ભોગ બનનારને ~3 લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ કરાયો

વિસનગર તાલુકાના ધામણવા ગામમાં રહેતી યુવતીને ગામના જ શખ્સે પ્રેમજાળમાં ફસાવ્યા બાદ દુષ્કર્મ ગુજારવાના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા અને રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે ભોગ બનનારને રૂ.3 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે.તાલુકાના ધામણવા ગામમાં રહેતી 20 વર્ષીય યુવતીને ગામમાં જ રહેતા પટેલ અંકિત ઉર્ફે જગો કિર્તીભાઈએ પ્રેમજાળમાં ફસાવી હતી.

યુવતી ગત 21 નવેમ્બર 2017ના રોજ લીંબુડીના ખેતરમાં હતી, તે સમયે અંકિતે તેની એકલતાનો ગેરલાભ લઇ છરી બતાવી મોઢું દબાવી દુષ્કર્મ ગુજાર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીએ આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જે કેસ વિસનગર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ આર.બી. દરજી અને એ.એસ. મકવાણાએ સરકાર તરફે 37 પુરાવા રજૂ કરી તેમજ પીડિતાનું નિવેદન, મેડિકલ પુરાવા સહિત દલીલો ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન જજ એસ.એલ. ઠક્કરે આરોપી અંકિત પટેલને 10 વર્ષની સખત કેદની સજા અને રૂ.25 હજાર દંડનો હુકમ કર્યો છે.આ ઉપરાંત, સીઆરપીસીની કલમ 357 મુજબ પીડિતાને રૂ. ત્રણ લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...