જામીન નામંજૂર:વિસનગરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીના જામીન નામંજૂર

વિસનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસનગરની પોક્સો કોર્ટમાં જામીન અરજી મુકી હતી

ઊંઝા તાલુકાના અેક ગામમાં રહેતી 13 વર્ષીય સગીરાના પિતા ગાડી ચલાવવા બહાર ગયા હતા તે દરમિયાન રાત્રે વિજયજી દશરથજી ઠાકોર નામનો શખ્સ ઘરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતો હતો જેમાં સગીરાની માતા જાગી જતાં તેને પકડતાં વિજયજી ધક્કો મારી ભાગી ગયો હતો જે બાબતે સગીરાની માતાઅે તેની દિકરીને પૂછતાં સગીરાઅે તેણી હોસ્પિટલમાં દાખલ હતી તે દરમિયાન તે ઘરમાં અેકલી સુઇ રહી હતી ત્યારે વિજયજી જાનથી મારી નાંખવાની ધમકી અાપી દુષ્કર્મ ગુજાર્યાનું જણાવ્યું હતું.

જે બનાવ અંગે સગીરાની માતાઅે ઊંઝા પોલીસ મથકે ફરિયાદ અાપતાં પોલીસે વિજયજી દશરથજી ઠાકોર સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં વિજયજી ઠાકોરે વિસનગરની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકી હતી જેમાં સરકારી વકીલ અાર.બી.દરજીની દલીલો ગ્રાહ્ય રાખી સ્પેશ્યલ પોક્સો જજ અેસ.અેલ.ઠક્કરે અારોપીના જામીન નામંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...