એમ એન કોલેજમાં નવું મોરપીંછ ઉમેરાયું:અંગ્રેજી અને સમાજશાસ્ત્ર વિભાગમાં પી.જી (અનુસ્નાતક) સેન્ટરની માન્યતા મળી; એડમિશન પ્રકિયા ચાલુ

વિસનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગરમાં આવેલી ઐતિહાસિક અને હેરિટેજ કોલેજમાં સ્થાન પ્રાપ્ત કરનાર એમ.એન.કોલેજમાં વધુ એક નવું મોરપીંછ ઉમેરાયું છે. જેમાં એમ.એન.કોલેજ, વિસનગર ખાતે અંગ્રેજી અને સમાજશાસ્ત્ર વિભાગમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન પી.જી અભ્યાસ કેન્દ્ર શરૂ થયું છે. એમ.એન.કોલેજના આચાર્ય ડૉ.આર.ડી.મોઢની દિર્ઘ દ્રષ્ટિ તેમજ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર સુથાર અને સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.એન.આર.ચૌધરીના અથાગ પ્રયત્નો થકી બંન્ને વિભાગમાં પી.જી (અનુસ્નાતક)ની માન્યતા મળી છે.

અંગ્રેજી અને સમાજશાસ્ત્ર વિભાગમાં પી.જી અભ્યાસ કેન્દ્ર શરૂ થયું
અંગ્રેજી અને સમાજશાસ્ત્ર વિભાગમાં પી.જીની માન્યતા મળતા વિસનગર શહેર અને તાલુકાના વિદ્યાર્થીઓને હવે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરવા માટે મહેસાણા કે ખેરાલુ જવું પડશે નહિ તેમને વિસનગરની એમ.એન.કોલેજમાંથી અનુસ્નાતકની પદવી મળશે. અંગ્રેજી અને સમાજશાસ્ત્ર વિભાગમાં M.Aમાં હાલ એડમિશન પ્રક્રિયા ચાલુ છે. જેમાં તારીખ 09/09/2022 સુધી એડમિશન પ્રકિયા ચાલશે. તો M.A અંગ્રેજી અને સમાજશાસ્ત્રમાં એડમિશન મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ એમ.એન.કોલેજના અંગ્રેજી અને સમાજશાસ્ત્ર વિભાગનો સંપર્ક કરવો તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...