બેફામ ગાડીચાલક ફરાર:વિસનગરમાં બાઇક અને ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત; ગાડીચાલકને પકડવા પોલીસે ચક્રો કર્યાં ગતિમાન

વિસનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના ભાન્ડુ હાઇવે પર LCIT કોલેજ નજીક એક યુવક મહેસાણાથી નોકરી કરી સાંજે બાઇક લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે પાછળથી ગાડીએ ટક્કર મારતા બાઇકચાલક યુવક નીચે પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગાડીચાલકે ટક્કર મારી ફરાર થઈ જતાં બાઇક ચાલકે ફરાર ગાડી ચાલક સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

વિસનગર તાલુકાના વડુ ગામના પરેશભાઈ નરોત્તમભાઈ પરમાર મહેસાણા ખાતે પ્રાઇવેટ સિક્યુરિટીની નોકરી કરે છે. જેઓ તારીખ 05/09/2022ના રોજ પોતાની નોકરી પુરી કરી સાંજે ઘરે આવવા માટે નીકળ્યા હતા. ત્યારે ભાન્ડુ LCIT કોલેજ નજીક પાછળથી પુર ઝડપે આવી રહેલ ગાડીએ બાઈકને ટક્કર મારતા યુવક નીચે પટકાતા ઇજાઓ પહોંચી હતી. જેમાં યુવકને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાઇકને ટક્કર મારી ફરાર થઈ યુવકને ઇજાઓ પહોંચાડનાર ફરાર ગાડીચાલક સામે યુવકે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...