વિસનગરમાં આપના ઉમેદવાર જાહેર:જયંતિલાલ પટેલને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે જાહેર કર્યા; કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા

વિસનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. જેમાં ભાજપ બાદ આમ આદમી પાર્ટીએ પણ કાંસા ગામના જયંતીલાલ પટેલની વિસનગર વિધાનસભા સીટ પર મહોર મારી છે.

તમામ કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા હતા
વિસનગર વિધાનસભા સીટ પર વકીલાત કરતા જયંતિલાલ મોહનલાલ પટેલની પસંદગી કરવામાં આવી છે. જેમાં જયંતિલાલ પટેલે અનામત આંદોલન વખતે પોલીસ દ્વારા અટકાયત કરેલા યુવાનોને નિ:શુલ્ક સેવા આપી જામીન મુક્ત કરાવ્યા હતા. આમ આદમી પાર્ટીએ જયંતિલાલ પટેલને જાહેર કરતા તમામ કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...