તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચિત્ર ઘટના:સાંકળમાં હાથ ફસાઈ જતાં ગાય સાથે યુવક કૂવામાં ખાબક્યો,મોત

વિસનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેરાલુ તાલુકાના ચાચરિયા ગામની વિચિત્ર ઘટના
  • 20 ફૂટ ઊંડા કૂવામાં પડેલી ગાય પણ મોતને ભેટી

ખેરાલુ તાલુકાના ચાચરિયા ગામમાં ગાયને પકડવા જતાં હાથમાં સાંકળ ફસાઈ જતાં ગાય સાથે યુવક પણ 20 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો. આ ઘટનામાં યુવક અને ગાયનું મોત થયું હતું. ચાચરિયા ગામના વિપુલ પ્રેમજીભાઈ ચૌધરી નામનો યુવક શુક્રવારે ગાયને ખીલેથી છોડી પાણી પીવડાવવા લઈ જતો હતો. ત્યારે ગાય અચાનક ખેતરમાં રહેલા કૂવા તરફ દોડી હતી.

આથી ગાયને બચાવવા વિપુલ પણ પાછળ દોડ્યો હતો. જેમાં ગાયની સાંકળ તેના હાથમાં ફસાઈ જતાં ગાયની સાથે તે પણ 20 ફૂટ ઊંડા કૂવામાં પડ્યો હતો.જેની જાણ થતાં દોડી આવેલા ગામલોકોએ ગાય અને વિપુલને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. સારવાર અર્થે ખસેડાયેલા વિપુલને તબીબે મૃત જાહેર કરતાં પરિવાર સહિત ગામમાં શોક છવાઇ ગયો હતો. ખેરાલુ પોલીસે બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...