અકસ્માત:ભાન્ડુ પાસે રોડ ઓળંગી રહેલા યુવાનનું ગાડીની અડફેટે મોત

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે રોડ ક્રોસ કરી રહેલા ભાન્ડુ ગામના યુવકને ટક્કર મારતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે ગાડીના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તાલુકાના ભાન્ડુ ગામના ઇન્દીરાનગર પેટ્રોલપંપની પાછળ રહેતા ઠાકોર પ્રતાપજી ભવાનજી શુક્રવારે રાત્રે ભાન્ડુ ગામે મહેસાણા-ઊંઝા હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન ગાડી (જીજે 08 બીએચ 2916)ના ચાલકે ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

આ બનાવને લઇ ઘટના સ્થળે લોકોનાં ટોળા એકઠા થયા હતા. ઘટનાની જાણ પરિવારને થતાં તેમના ભાઇ કાળુજી ભવાનજી સહિતના ઘટના સ્થળે દોડી આવી વિસનગર પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી ફરાર ગાડીચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...