ક્રાઇમ:બાસણા નજીક યુવાન પર હુમલો કરી યુવતીનું અપહરણ કરતાં ચકચાર

વિસનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર મથકે રાયોટીંગ, અપહરણ સહિતનો ગુનો નોંધાયો

બાસણા નજીક યુવાન પર હુમલો કરી યુવતીનું અપહરણ કરતાં ચકચાર મચી છે. વિસનગર તાલુકા પોલીસ મથકે રાયોટીંગ, અપહરણ સહિતનો ગુનો નોંધાયો હતો. વડનગર તાલુકાના કહીપુર ગામમાં રહેતા લાલાજી વિષ્ણુજી ઠાકોર મંગળવારના રોજ તેમના મહિલા મિત્રને લઇ જોટાણા તાલુકાના અજબપુરા ખાતે રહેતા મિત્રની બહેનના ઘરે ગયા હતા જ્યાંથી તેઅો પરત અાવી રહ્યા હતા તે દરમિયાન સામેત્રા નજીક વિસનગરના ઠાકોર રાકેશજી પ્રહલાદજી તેમને જોઇ જતાં લાલાજીને વહેમ પડ્યો હતો જેથી તેમણે તેમના પિતા વિષ્ણુજીને તેમજ અજબપુરાના મહેન્દ્રજીને મહેસાણા બોલાવ્યા હતા જ્યાં ઠાકોર હસમુખજી ઉર્ફે અશોકજી ઘેમરજી તેમજ લાલાજીના પત્ની સુભદ્રાબેન અને ઠાકોર પ્રકાશજી સોમાજી બાઇકો લઇને ઉભા હતા તેવામાં કાર પડેલ હોવાથી લાલાજીને વહેમ જતાં તેમની મહિલા મિત્રને પિતાની વાનમાં બેસાડી દીધી હતા અને બધા વિસનગર અાવવા નીકળ્યા હતા.

જ્યાં બાસણા નજીક કારના ચાલકે વાન અાગળ ગાડી ઉભી કરી દીધી હતી અને ગાડીમાંથી ઠાકોર રણજીતજી ભરતજી અને બાઇકો લઇને અાવેલ પ્રકાશજી સોમાજી સહિત બે શખ્સોઅે લાલાજી તેમના પિતા વિષ્ણુજી અને મહિલા મિત્ર ઉપર હુમલો કરી મહિલા મિત્રને ગાડીમાં બેસાડી દઇ વાનમાં તોફડોડ કરી ધમકી અાપી હોવાની લાલાજીઅે પ્રકાશજી સોમાજી ઠાકોર, રણજીતજી ભરતજી ઠાકોર અને હસમુખજી ઉર્ફે અશોકજી ઘેમરજી ઠાકોર સહિત અન્ય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...