તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચાર:કોરોનામાં નોકરી છુટી જતાં વાલમના યુવકનો ગળે ફાંસો ખાઇ આપઘાત, કલોલમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો

વિસનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પત્ની પિયર ગઇ અને ગામ નજીક યુવક ઝાડે લટકી ગયો

વિસનગર તાલુકાના વાલમ ગામમાં 36 વર્ષીય યુવકે લીમડાના ઝાડની ડાળીએ દોરીથી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી હતી. મૃતકની પત્નીએ કોરોનાની મહામારીમાં નોકરી છુટી જતાં આ પગલું ભર્યાનું નિવેદન આપતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. વિસનગર તાલુકાના વાલમ ગામના રમેશભાઇ રેવાભાઇ પરમાર કલોલ ખાતે જયભવાની સોસાયટીમાં પત્ની નિલમબેન સહિત પરિવાર સાથે રહેતા હતા અને ફેક્ટરીમાં નોકરી કરતા હતા. ગત ગુરુવારે નિલમબેનને લોકાચાર જવાનું હોઇ રમેશભાઇ તેમને મૂકીને આવ્યા હતા, જ્યાંથી તેઓ વાલમ આવ્યા હતા. ત્યારે પત્ની નિલમબેન બે દિવસ પિયર ગયા હતા.

દરમિયાન શનિવારે વહેલી સવારે રમેશભાઇએ ઢોર સાફ કરવાના કુંડ પાસે આવેલા લીમડાના ઝાડની ડાળીએ નાયલોનની દોરીથી ગળે ફાંસો ખાઇ લટકી ગયો હતો. જેની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક સારવાર અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે રમેશભાઇનાં પત્ની નિલમબેને તેમના પતિ રમેશભાઇ અગાઉ અદાણી ગેસની ફેક્ટરીમાં નોકરીએ જતા હતા. જ્યાં કોરોના મહામારીને પગલે કોન્ટ્રાક્ટ રદ થતાં અમે ગામડે આવી ગયા હતા. નોકરી જવાથી ગળે ફાંસો ખાધો હોવાનું નિવેદન આપતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...