દુષ્કર્મ:ભાલક ગામના યુવકે યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

વિસનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લગ્ન કરવાનું કહેતાં યુવકે યુવતીને પાર્કમાં લઇ જઇ વાળ કાપી નાખ્યા
  • ગેસ્ટહાઉસમાં લઇ જઇ યુવતીના વીડિયો બનાવી ધમકી આપતો હતો

વિસનગર તાલુકાના ભાલક ગામની યુવતીને ગામના જ યુવકે લગ્ન કરવાની લાલચ આપી ગેસ્ટ હાઉસમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારી તેનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો બહાર આવ્યો છે. દરમિયાન, આ યુવકે યુવતીને ઊંઝા રોડ સ્થિત પાર્કમાં લઇ જઇ તેના વાળ કાપી દેતાં યુવતીએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ભાલક ગામની યુવતી ભણતી હતી, ત્યારે તેના ગામના ઠાકોર સચિનજી રજુજી નામના યુવકે મિત્રતા કેળવવાનું કહી તું ના પાડીશ તો હું તારા આવવા જવાનો રસ્તો બંધ કરી દઇશ તેમ ધમકી આપતો હોઇ યુવતીએ વાતચીત કરવાનું ચાલુ કર્યું હતું. તે દરમિયાન સચિને યુવતીને તેની સાથે લગ્ન કરવાનું કહી પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતી કોલેજના બીજા વર્ષમાં હતી તે સમયે સચિન તેને વિસનગર ગેસ્ટ હાઉસમાં લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારી ફોટા તેમજ વીડિયો ઉતારી લીધા હતા. બાદમાં વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો.

આ દરમિયાન સચિનજીએ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા અને યુવતીને તેણે મજબૂરીમાં લગ્ન કર્યા હોવાનું અને તે તેની સાથે જ લગ્ન કરવા માગતો હતો તેમ કહી તારે કોઇની સાથે લગ્ન કરવાના નથી અને કરીશ તો વીડિયો બતાવી દઇશ તેવી ધમકી આપી હતી.

આ યુવક તેણીને લગ્ન કરવા વારંવાર વાયદા બતાવતો હોઇ યુવતીએ વિસનગર આવી તેને પૂછતાં સચિનજી તેને વિસનગર નજીક આવેલા પાર્કમાં લઇ ગયો હતો અને માથાના વાળ કાપી દેતાં યુવતીએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...