તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કડા સીમમાં તળાવમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત

વિસનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાથે ગયેલા મિત્રએ ગામમાં જાણ કરતાં ખબર પડી

વિસનગર તાલુકાના કડા ગામથી રાઠોડીપુરા જવાના રોડ ઉપર આવેલા તળાવમાં રવિવારે બપોરે ન્હાવા પડેલા 22 વર્ષીય યુવક ડૂબી ગયો હતો. વિસનગર ફાયર બ્રિગેડ અને ગ્રામજનોની ત્રણ કલાકની જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો.

કડા ગામનો ધોબી હેમલ પ્રવીણભાઈ (22) તેના મિત્ર ઇન્દ્રસિંહને એક્ટિવા ઉપર બેસાડી કડા- રાઠોડીપુરા ગામની સીમમાં આવેલા તળાવમાં ન્હાવા ગયા હતા. તળાવમાં ન્હાતી વખતે ઇન્દ્રસિંહે હેમલને તળાવમાં ન જોતાં ગભરાઈ ગયો હતો જેથી ઘરે દોડી આવી આ અંગેની જાણ ગ્રામજનોને કરતાં પૂર્વ સરપંચ જસવંતસિંહ ચાવડા સહિત ગ્રામજનો તળાવે દોડી આવ્યા હતા.

ભારે શોધખોળ બાદ પણ યુવક ન મળતાં વિસનગર ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ પહ પહોંચી હતી. જ્યાં ત્રણ કલાકની ભારે જહેમત બાદ સાંજે 7 વાગે ગ્રામજનો અને ફાયર બ્રિગેડે યુવકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...