તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વિસનગરના બોકરવાડા સીમની કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત

વિસનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લગ્ન પતાવી સાસરી જતો યુવક કેનાલમાં હાથ-પગ ધોવા જતાં પગ લપસ્યો

વિસનગર તાલુકાના બોકરવાડા ગામની સીમમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં હાથ પગ ધોવા ગયેલ યુવક કેનાલમાં લપસી પડતા ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.યુવક તેની પત્ની સાથે બોકરવાડા સાસરી જઈ રહ્યો હતો તે દરમિયાન આ બનાવ બન્યો હતો. અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા દેવીપુજક અનિલભાઈ જયંતીભાઈની સાસરી વિસનગર તાલુકાના બોકરવાડા ગામમાં થાય છે.

અનિલભાઈ તેમના પત્ની કરીનાબેન સાથે બુધવારના રોજ વિસનગરમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા જ્યાંથી લગ્ન પ્રસંગ પતાવી સાસરી બોકરવાડા નજીક થતી હોવાથી બોકરવાડા જવા નીકળ્યા હતા.જ્યાં બોકરવાડા ગામની સીમમાં પસાર થતી સુજલામ સુફલામ કેનાલ પાસે અનિલભાઈ ઉભા રહી હાથ પગ ધોવા જતા એકાએક કેનાલમાં લપસી પડતા તેમના પત્ની કરીનાબેને બૂમાબૂમ કરી મૂકી હતી જેના કારણે આજુબાજુ માંથી લોકોએ દોડી આવી કેનાલમાં તપાસ હાથ ધરી હતી પરંતુ યુવક ન મળતો આ અંગે વિસનગર ફાયર ફાયર વિભાગને જાણ કરતા તો ફાયરના કર્મચારીઓએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે અનિલભાઈના મૃતદેહનું વિસનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવી આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...