પરિવાર ઘેરા શોકમાં ગરકાવ:ઉમતા બસ સ્ટેન્ડ નજીક અંબાજી દર્શન કરી પરત આવતા યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું

વિસનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વિસનગર તાલુકાના ઉમતા બસ સ્ટેન્ડ નજીક એક્ટિવા લઈ અમદાવાદથી અંબાજી દર્શન કરી 2 યુવક પરત અમદાવાદ તરફ આવતા હતા. તે દરમિયાન ઉમતા બસ સ્ટેન્ડ નજીક વરસાદ ચાલુ હોવાથી ઊભા રહ્યા હતા. જ્યાં એક યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસે લાશનું પી.એમ. કરાવી વિસનગર તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ખાતે રહેતા મનોજભાઈ રામપ્રકાશ રાજપૂત અને તેમના બનેવી આશિષસિંગ ઉદેસિંગ રાજપૂત બન્ને એક્ટિવા લઈને અમદાવાદથી અંબાજી દર્શન કરવા માટે નીકળ્યા હતા. જેમાં બન્ને જણા અંબાજી ખાતે દર્શન કરી પરત અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા. ત્યારે તારીખ 10/09/2022 ની રાત્રે દશ વાગે ઉમતા બસ સ્ટેન્ડ નજીક પહોંચતા વરસાદ પડતો હોવાથી ઉમતા બસ સ્ટેન્ડ નજીક ઊભા રહ્યા હતા. એ વખતે આશિષસિંગે ગલ્લાવાળા પાસેથી બે સિગારેટ પીધી હતી જ્યાં મનોજભાઈ થાકી ગયેલા હોવાથી થોડી વાર ઊંઘી ગયા હતા.

તે દરમિયાન એમના જીજાજી આશિષસિંગને ઊલટીઓ થતા ગલ્લા વાળાએ મનોજભાઈને જગાડ્યા હતા. જ્યાં જોતા આશિષસિંગ બેભાન અવસ્થામાં હતા જેથી ગલ્લા વાળાએ 108ને ફોન કરતાં 108 આવી યુવકને વડનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે આશિષસિંગને તપાસ કરી મૃત જાહેર કર્યા હતા. ડોકટરે જણાવ્યું હતું કે, આશિષસિંગ ઉદેસિંગ રાજપૂતનુ મોત હાર્ટ એટેકથી થયું છે. તેમજ પોલીસને જાણ કરતા પોલીસ આવી કાર્યવાહી કરી લાશનું પી.એમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...