હિટ એન્ડ રનની ઘટના:ભાન્ડુ હાઇવે સ્વાગત હોટલ પાસે રોડ ક્રોસ કરતાં યુવકને ગાડીએ ટક્કર મારતા મોત નિપજ્યું, ગાડી ચાલક સામે ગુનો નોંધાયો

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના ભાન્ડુ હાઇવે રોડ પર અવાર-નવાર રોડ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ભાન્ડુ હાઇવે પર સ્વાગત હોટલની પાસે મહેસાણા તરફથી આવતી એક બ્રેઝા ગાડીએ યુવકને ટક્કર મારતા યુવકનું મોત નિપજ્યું હતું. જે આ બનાવ અંગે મૃતકના ભાઇએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગાડી ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધવી છે.

વિસનગર તાલુકાના ભાન્ડુ ગામના પ્રતાપજી ઠાકોર ભાન્ડુ હાઇવે રોડ પર સ્વાગત હોટલ પાસે રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન મહેસાણા તરફથી પૂરઝડપે આવતી બ્રેઝા ગાડીએ ટક્કર મારતા પ્રતાપજીનું મોત નીપજ્યું હતું. આ અંગે પ્રતાપજીના ભાઈ કાળુજી ઠાકોરને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં પૂરઝડપે આવી ટક્કર મારી મોત નીપજાવતા મૃતકના ભાઈ કાળુજીએ ગાડી ચાલક સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...