વિસનગરના ગોવિંદચકલા ભાટવાડા વિસ્તારમાં રહેતા યુવક પાસેથી ત્રણ શખ્સોઅે અાપેલ પૈસાનું ઉંચુ વ્યાજની માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી અાપતાં યુવકે ઝેરીદવા પી લેતાં યુવકના નિવેદનને અાધારે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ગોવિંદચકલા ભાટવાડા વિસ્તારમાં રહેતા સત્યમભાઇ અરૂણભાઇ રામી ત્રણ દરવાજા ટાવર નજીક અાવેલ માર્કેટમાં રામેશ્વર ફ્લાવર માર્ટ નામની ફુલોની દુકાન ધરાવે છે. સત્યમભાઇઅે દેણપના પટેલ કેતનભાઇ ચતુરભાઇ નામના ફાયનાન્સર પાસેથી છ લાખ રૂપિયા અઢી ટકા લેખે વ્યાજે લીધા હતા.
જે પેટે અાઇસીઅાઇસીઅાઇ બેન્કના કોરા સહીવાળા ચેક અાપ્યા હતા અને દર મહિને સગવડ પ્રમાણે 12 મહિના સુધી પૈસા ચૂકવ્યા હતા. ત્યારપછી તેને કેટલા પૈસા ચૂકવવાના બાકી છે. તેમ કહેતાં કેતને અમે 30 ટકા લેખે પૈસા અાપીઅે છીઅે અને તારા પાસેથી પણ અેટલુ જ વ્યાજ લઇઅે છીઅે તારે હજુ 12 લાખ ચૂકવવાના છે તેમ કહી લખાણ લીધું હતું ત્યારબાદ ત્રણ મહિના સુધી પૈસા ચૂકવ્યા બાદ સત્યમભાઇ પૈસા ચૂકવી ન શકતાં પટેલ કેતન ચતુરભાઇ પૈસા નહી અાપીશ તો જાનથી મારી નાંખવાની ધમકી તેમજ પત્ની અને બાળકો ઉપાડી દેવાની ધમકી અાપતાં સત્યમભાઇઅે કેતનના પૈસા ચૂકવવા ગંજીના પટેલ શંભુભાઇ પાસેથી 30 હજાર અને રબારી સંજય પાસેથી 1.50 લાખ લીધા હતા. જેમાં અા બંન્ને પણ ઉંચુ વ્યાજ લેતા હોવાથી સત્યમભાઇ વ્યાજના ચક્કરમાં ફસાઇ જતાં તેમજ રોજેરોજ મળતી ધમકીને લઇ ગોડાઉન ઉપર જઇ ઝેરી દવા પી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.