કાર્યવાહી:પરિવારનું ટિફિન લઇ આવતા યુવકનું આઇસરની ટક્કરે મોત

વિસનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા-ઊંઝા હાઇવે પર ભાન્ડુ ગામની ઘટના
  • રોડ ક્રોસ કરતાં સમયે અડફેટે લઇ વાહનચાલક ફરાર

વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે પરિવાર માટે ટિફિન લઇને આવી રહેલો યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે આઇસર ગાડીના ચાલકે ટક્કર મારતાં તેનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મહેસાણા-ઊંઝા હાઇવે પર આવેલા ભાન્ડુ ગામના છાપરાંમાં રહેતા અને મૂળ સિદ્ધપુરના વતની ભરતભાઇ ચુનાભાઇ દેવીપૂજક હાલમાં તેમનાં પત્ની જ્યોત્સનાબેન અને દીકરા રવિ સાથે ભાન્ડુ ગેટની સામે ધાણીનો વેપાર કરતા હતા.

બુધવારે સાંજે ભરતભાઇ પરિવાર માટે ઘરે ટિફિન લેવા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પૂરઝડપે આવી રહેલી આઇસર ગાડી (આરજે 36 જીએ 2520)ના ચાલકે ભરતભાઇ દેવીપૂજકને અડફેટે લેતાં ગંભીર ઇજા થતાં સારવાર મળે તે પહેલાં જ મોતને ભેટ્યા હતા. આ અંગે વિસનગર તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...