સારવાર દરમિયાન મહિલાનું મોત:વિસનગર​માં રોડ ​પર સાઈડમાં જતી મહિલાને કારચાલકે ટક્કર મારતાં ગંભીર ઇજા; પોલીસ ફરિયાદ દાખલ

વિસનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના ગુંજાળા ગામથી મેઘા અલિયાસણા જવાના રોડ પર સાઈડમાં ચાલતી મહિલાને અલ્ટો કારે ટક્કર મારતા મહિલાને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેમાં મહિલાને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ મહિલાનું મોત થતાં તેના પુત્રએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં કારચાલક સામે ગુનો નોંધાવ્યો છે.

અકસ્માતમાં ધવાયેલ મહિલાનું મોત
ગુંજાળા ગામના ચૌધરી અશ્વિનભાઈ દલસંગભાઈમાં શાકુબેન ચૌધરી જે તબેલા પર ગુંજાળા ગામથી મેઘા અલિયાસણા રોડ તરફ સાઈડમાં જઈ રહ્યા હતા. જ્યાં એક અલ્ટો કાર આવી પાછળથી ટક્કર મારતાં શાકુબેન રોડ પર પડી ગયા હતા. જ્યાં તેઓ રોડ પર પડી જવાથી ગંભીર ઇજાઓ થવા પામી હતી. ગંભીર ઇજાઓ થવાથી સારવાર અર્થે ઉદલપૂર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શાકુબેનનુ મોત નીપજ્યું હતું.

પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી
આમ અલ્ટો ગાડી (GJ.02.DJ.8965) ના ચાલકે શાકુબેનને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોચાડતા તેમનું સારવાર દરમિયાન મોત થતા તેમના પુત્રએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...