તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પુરઝડપે ગાડી ચલાવી અકસ્માત કરનાર સાંથલના પોલીસ કર્મી સામે મહિલા પોલીસકર્મીએ ફરિયાદ નોંધાવી

મહેસાણા2 મહિનો પહેલા
 • મહિલા પોલીસ કર્મીને વડનગરથી ગાડ માં લિફ્ટ આપી હતી બે દિવસ પહેલા સર્જાયો હતો અકસ્માત

વડનગર વિસનગર રોડ પર બે દિવસ પહેલા સ્વીફ્ટ ગાડીમાં સવાર બે પોલીસકર્મી અકસ્માતમાં ઘાયલ થયા હતા. જેમાં વડનગર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી અને સ્વીફ્ટ ગાડી ચલાવનાર સંથલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાલજી ઠાકોર સામે ગાડી બેદરકારી રીતે ચલાવી અકસ્માત કરવા બાબતે ફરિયાદ નોંધાવી છે

વડનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી મહેસાણા ટપાલ આપવા માટે પોતાની વરદીમાં નીકળી હતી. એ દરમિયાન વાહનની રાહ જોઈ તે હાઇવે પર ઉભી હતી. એ દરમિયાન સંથલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસકર્મી લાલજી મણાજી ઠાકોર પોતાની સ્વીફ્ટ ગાડી લઈને ત્યાંથી નીકળ્યે હતો. એ દરમિયાન મહિલાને વરદીમાં જોતા જ ગાડી ઉભી રાખી હતી અને મહિલા પોલીસકર્મીને ક્યાં જાવુ છે તેવું કહેતા અને તે સંથલ જઇ રહ્યો હતો જેથી મહિલાને મહેસાણા સુધી સ્વીફ્ટ ગાડીમાં બેસાડી હતી.

એ દરમિયાન બપોરના એક વાગ્યા આસપાસ ગુંજા વિસનગર જલારામ મંદિર પાસે ગાડી ચાલક ઠાકોર લાલજીએ પોતાની ગાડી પુરઝડપે હંકારી હતી. જેથી ગાડી બેકાબુ બનતા ગાડી ઝાડ સાથે ટકરાઈ હતી. જેથી ગાડીમાં સવાર બંનેને ઇજાઓ પહોંચી હતી. જેથી આસપાસના લોકોએ 108ને જાણ કરી હતી. ત્યારબાદ મહિલા પોલીસ કર્મીને સારવાર અર્થે વડનગર સિવિલમાં લઇ જવાઇ હતી ત્યાંથી વધુ સારવાર અર્થે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જેથી અકસ્માતમાં મહિલા પોલીસ કર્મીએ ગાડી ચાલક વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો