વિસનગર તાલુકાના કંસારાકુઈથી ગણેશપુરા જવાના રોડ પર રેલવે અંડર બ્રિજ પર મહેસાણા એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી સેન્ટ્રો ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 79 કિંમત રૂ. 39,775 તેમજ ગાડી સહિત કુલ મુદ્દામાલ 1,39,775નો કબજો લઈ ગાડી ચાલક વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મહેસાણા એલસીબી સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, ગોવિંદ કલાભાઈ રબારી રહે. વડગામ પોતાની સેન્ટ્રો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી આબુરોડથી ગણેશપૂરા, વિસનગર થઈને અમદાવાદ તરફ જવાની છે. જે હકીકતને આધારે ઘટનાસ્થળ પર જઈ વોચ ગોઠવી હતી.
જ્યા સેન્ટ્રો ગાડી આવી જતા તેને રોકવાની કોશિશ કરતા એકદમ યુ ટર્ન મારી કાંસા તરફ જતા પોલીસે પીછો કરી ગાડીને ઝડપી લીધી હતી. પરંતુ ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. જે ગાડીમાં પોલીસે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 79 કિંમત રૂ. 39,775 તેમજ સેન્ટ્રો ગાડી કિંમત રૂ. 1,00,000 લાખ મળી કુલ રૂ. 1,39,775નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે ગાડી મૂકી ફરાર થનાર ગોવિંદ કલાભાઈ રબારી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.