ખેરાલુ તાલુકાના ડભોડામાં અાવેલ શૈ.વિદ્યાસંકુલમાં 71મા વન મહોત્સવની ઊજવણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ ભરતસિંહ ડાભી,તા.વિકાસ અધિકારી એ.એમ.પંડ્યા,ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ ડભોડાના મેનેજીંગ ટ્રસ્ટી જયશ્રીબેન નાયક,પીએચસી સેન્ટરના તબિબ જગદીશભાઇ પ્રજાપતિ,સરપંચ ભુપતજી ઠાકોર,ચંદુજી ઠાકોર સહિતના અગ્રણીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.જેનું આયોજન ખેરાલુ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ટી.એમ.દેસાઇ તથા મામલતદાર વી.એસ.કટેરીયા દ્વારા કરાયું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.