ચુકાદો:હસનપુરમાં ચૂંટણી સમયે પથ્થરમારાના કેસમાં એકસાથે 17 આરોપીઓને સજા

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિસનગર સેસન્સ કોર્ટનો ચુકાદો, મુખ્ય આરોપીને 7 વર્ષની કેદ, 20 હજાર દંડ
  • અન્ય 16 આરોપીઓને પણ 2 વર્ષ સુધીની કેદ અને દંડ ફટકારાયો

વિસનગરના હસનપુરમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન દરમિયાન થયેલા ઝઘડાના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટે એક આરોપીને 7 વર્ષની સજા અને રૂ.20 હજાર દંડ તેમજ 16 આરોપીને 2 વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે. બનાવમાં સામા પક્ષના કેસનો ચુકાદો આવવાનો હજુ બાકી છે. હસનપુરમાં ગત 14 ડિસેમ્બર, 2017ના રોજ વિધાનસભાની ચૂંટણીના મતદાન સમયે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં બંને પક્ષના લોકોને ઇજાઓ થઇ હતી.

પટેલ ભુપેન્દ્ર કાન્તિલાલ, તેમના ભાઇ કિરીટભાઇ અને ભાભી નીતાબેન અમદાવાદથી આવી મતદાન માટે ચૂંટણીકાર્ડ લઇ શાળામાં ગયા હતા. દરમિયાન 50થી 60ના ટોળાએ તેમને, તેમના ભાભી સહિત ગામના 16 લોકોને મારતાં ધુળાજી બેચરજી સહિત ટોળા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કર્યો હતો.

જે કેસ વિસનગર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકીલ સી.બી. ચાૈધરીની દલીલો ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન્સ જજ યુ.એમ. ભટ્ટે આરોપી યોગેશજી જુજારજી ઠાકોરને કલમ 326માં કસુરવાર ઠરાવી 7 વર્ષની સજા અને રૂ.20 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા ફટકારી હતી. 16 આરોપીને બે-બે વર્ષની સજા રૂ.1-1 હજાર દંડ, 6-6 મહિના અને રૂ.500-500 દંડ અને જીપીએકટ 135માં 4 માસની સજા અને રૂ.100 દંડનો હુકમ કર્યો છે. દંડની રકમ ઇજા પામેલા ભગવાનભાઇ પટેલને આપવાનો હુકમ કર્યો છે.

સજા પામેલા 17 આરોપીઓ
1. ઠાકોર યોગેશજી જુજારજી
2. ઠાકોર ધુળાજી બેચરજી
3. ઠાકોર સંજયજી કરશનજી
4. ઠાકોર દિનેશજી શિવાજી
5. ઠાકોર સુરેશજી બાદરજી
6. ઠાકોર નટવરજી મણાજી
7. ઠાકોર વદાજી તખાજી
8. ઠાકોર અમિતજી રત્નાજી
9. ચાૈહાણ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુજી જવાનજી ઉર્ફે જવલસિંહ
10. ઠાકોર ગોપાલજી જીવણજી
11. ઠાકોર રતનસિંહ જીવણજી
12. ઠાકોર રજુજી ઉદાજી
13. ઠાકોર મહેન્દ્રજી શિવાજી
14. ઠાકોર બાદરજી રમાજી
15. ઠાકોર કમલેશજી માણકાજી
16. ઠાકોર દશરથજી જોઇતાજી
17. ઠાકોર અભુજી પોપટજી

અન્ય સમાચારો પણ છે...