પરિવારની આંખોની સામે જ પુત્રનું મોત:વિસનગરમાં પિતાના ટ્રેક્ટર​​​​​​​ નીચે ટાયરમાં આવી જતા ત્રણ વર્ષીય પુત્રનું કરુણ મોત નિપજ્યું

વિસનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે, ત્યારે વધુ એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં પિતા જ પોતાના પુત્રનો ગુનેગાર બન્યો છે. વાલમ ગામે પિતાના ટ્રેક્ટર નીચે ટાયરમાં આવી જવાથી પુત્રનું ​​​પરિવારની સામે જ કરુણ મોત નિપજ્યું હતું. આ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ટ્રેકટરના ટાયર નીચે આવી જતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જાદાબેરિયા ગામના મુમેશભાઈ સરતાનભાઈ માવીએ હાલ ઊંઝા તાલુકાના રણછોડપૂરા પ્રાથમિક શાળામાં હાલમાં રહે છે. જેઓ ટ્રેકટર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં ત્રણ દીકરા છે. મુમેશભાઈ વાલમ ગામના પ્રદીપભાઈ ઉર્ફે પરષોત્તમભાઈ મોતીલાલ પરમાર રહે. વાલમના ટ્રેકટર પર ડ્રાઈવિંગ કરે છે. મુમેશભાઈ કલ્લીથ ગામેથી ઈંટો ભરી વિસનગર આવ્યા હતા. જ્યાં તેમની સાથે ટ્રેક્ટરમાં તેમની પત્ની આશાબેન, સાળા સુરેશભાઈ, સાળી અને તેમનો 3 વર્ષીય પુત્ર અમિત હતો.​​​​​​​ ​​​​​​​વિસનગર ઈંટો ખાલી કરી રેતી ભરી લક્ષ્મીપૂરા ગામે ખાલી કરવા જવાનું હતું. ત્યાં વાલમ જતાં રોડ પર દીકરો અમિત નીચે પડી ગયો હતો. જે ટ્રેકટરના ટાયર નીચે આવી જતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પિતાના માથે આખું આભ ફાટ્યું હોય તેવા દ્ર્શ્યો સર્જાયા
​​​​​​​
જ્યાં શેઠ પ્રદીપભાઈ દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. આમ પુત્રના પોતાના જ ટ્રેકટર નીચે આવી જતા મોત થતા પિતાના માથે આખું આભ ફાટ્યું હોય તેવા દ્ર્શ્યો સર્જાયા હતા. આ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં આઇપીસી કલમ 279,304 (A) તેમજ મોટર વાહન અધિનિયમ કલમ 177, 188 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...