ધરપકડ:વિસનગર નજીક સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે પાંચ જુગારી ઝડપ્યા

વિસનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રોકડ, મોબાઇલ, વાહનો મળી 2, 07, 540નો મુદ્દામાલ જપ્ત

વિસનગર તાલુકાના પાલડી રોડ ઉપર અાવેલ વાડીની પાછળ ખુલ્લા ખેતરમાં બહારથી માણસો બોલાવી કોઇન વડે ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલને રેડ કરી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. જુગારધામ ચલાવનાર બે સહિત અાઠથી દસ અારોપીઅો ફરાર થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી 65380 રોકડ, પાંચ મોબાઇલ અને પાંચ વાહનો મળી 2,07,540નો મુદ્દામાલ કબજે લઇ અા બનાવ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ અાપતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિસનગરના દશરથજી સોમાજી ઠાકોર, અરવિંદજી ઠાકોર અને વરવાજી ઠાકોર નામના શખ્સો ભાગીદારીમાં બહારથી માણસો બોલાવી જુગારીયાઅો પાસેથી પૈસાની અવેજીમાં કોઇન અાપી જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી. મોનિટરીંગ સેલના પી.અાઇ. અાર.બી.પ્રજાપતિ, અેઅેસઅાઇ તખતસિંહ, હિતેન્દ્રકુમાર, હે.કો.મહેબુબ રશીદ અહેમદ સહિત સ્ટાફે રેડ કરતાં ઘટના સ્થળેથી ઠાકોર અરવિંદજી ગલાબજી (ઇન્દીરાનગર), ઠાકોર ભરતજી સોમાજી(પાલડી રોડ), વિષ્ણુભાઇ ઉમેદભાઇ પ્રજાપતિ (કૃષ્ણપરૂ), પરબતજી સોમાજી ઠાકોર(લીલાપુરા), ઠાકોર વિક્રમજી પરબતજી(લીલાપુરા) જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.

દશરથજી સોમાજી ઠાકોર (અાથમણોવાસ), વરવાજી શંકરજી ઠાકોર(અાથમણો વાસ) અને અેક શખ્સ મોબાઇલ મુકી તેમજ અન્ય અાઠથી દસ શખ્સો ફરાર થઇ ગયા હતા. હજાર, 500, 200 અને 100ની કિંમતના પીળા, ગ્રે અને બિસ્કીટ કલરના 19 ટોકન, 65380 રોકડ, પાંચ મોબાઇલ અને પાંચ વાહનો મળી 207540નો મુદ્દામાલ કબજે લઇ ઝડપાયેલ સહિત ફરાર સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...