તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિસનગર તાલુકાના કુવાસણા પાટિયા નજીક મેટાડોર ચાલકે વેગેનાર ગાડીને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં ગાડીચાલક રંગાકુઇ ગામના શિક્ષકનું મોત થયું હતું. જે અંગે મેટાડોરચાલક સામે ફરિયાદ નોંધાઇ છે. રંગાકુઇ ગામના ચૌધરી વિમલભાઇ જીવણભાઇ બનાસકાંઠાના વડગામ તાલુકાના પીલુચા ગામમાં સીઆરસી તરીકે નોકરી કરતા હતા.
વિમલભાઇ સોમવાર સવારે રંગાકુઇથી વેગેનાર ગાડી (જીજે 01 એચએમ 0733) લઇ વિસનગર તરફ આવવા નીકળ્યા હતા, જેઓ કુવાસણા પાટિયા નજીકથી પસાર થઇ રહ્યા હતા, તે દરમિયાન મેટાડોર (જીજે 02 એક્ષ 2646)ના ચાલકે વેગેનાર ગાડીને ટક્કર મારતાં વિમલભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા, પરંતુ તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માત અંગે ચૌધરી કિર્તીભાઇ વેલજીભાઇએ ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.