વિસનગર શહેરના કોટ વિસ્તારમાં પીવાના પાણીની સ્ટોરેજક્ષમતા અોછી હોવાને કારણે ઉભી થતી સમસ્યાને નિવારવા માટે પાલિકા દ્વારા 1.07 કરોડના ખર્ચે 10 લાખ લીટરનો સમ્પ અને 5 લાખ લિટરની ટાંકી જૂની મામલતદાર કચેરી ખાતે બનાવવામાં અાવનાર છે. પાલિકાના સૂત્રોએ અા કામ માટે ટેન્ડરીંગ કરી દેવાયું છે અને સમ્પ અને ટાંકી બન્યા બાદ શહેરના તળ વિસ્તારમાં વારંવાર અપૂરતા પાણીની ઉભી થતી સમસ્યાનો કાયમી હલ નીકળી જશે તેમ જણાવ્યું હતું.
કોટ વિસ્તારમાં પાણી વિતરણ માટે દરબાર રોડ ઉપર અાવેલ સમ્પનો ઉપયોગ કરવામાં અાવે છે જે સમ્પની સ્ટોરેજ ક્ષમતા 5 લાખ લિટરની હોવાથી અા વિસ્તારમાં વારંવાર અપુરતા અને અનિયમિત પાણીની સમસ્યા ઉભી થતી હતી જેના કારણે પાલિકા દ્વારા અા વિસ્તારમાં સ્ટોરેજક્ષમતા વધારવા માટે જુની મામલતદાર કચેરી ખાતે 1.07 કરોડના ખર્ચે 10 લાખ લિટરનો સમ્પ અને 5 લાખ લીટરની ટાંકી બનાવવામાં અાવનાર છે જેના માટેનું ટેન્ડરીંગ પણ કરી દેવામાં અાવ્યું છે.
પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે અા વિસ્તારમાં સ્ટોરેજ ક્ષમતા અોછી હોવાથી પાણી વિતરણની સમસ્યા સર્જાતી હતી પરંતુ અા સમ્પ અને ટાંકી બની ગયા બાદ ધરોઇમાંથી અાવતા પાણી અને અાગામી સમયમાં મળનાર નર્મદાના પાણીનું સ્ટોરેજ કરી શકાશે જેથી અા વિસ્તારમાં પાણીની સમસ્યાનો કાયમી હલ મળી જશે.
આ વિસ્તારોને લાભ થશે
કડા દરવાજા પરામાં, શ્રાવણશેરી, જાનીવાડો, વાળંદશેરી, કસ્બા, ખજુરી મહોલ્લો, કાળુપરૂ, અેક ટાવરનો તમામ વિસ્તાર, કન્યા શાળા, ભેંસીયાપોળ, દાંડીયાપોળ, ગજુકુઇ, ગંજી, નીલકંઠ મહાદેવ વિસ્તાર, ઉંચી ફળી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.