માઈભક્તોની સુવિધામાં વધારો:અંબાજી જતા શ્રદ્ધાળુઓ માટે વિસનગર બસ સ્ટેશન પર અલગથી પોઇન્ટ ઉભો કરાયો; 24 કલાક ખુલ્લો રહેશે, ટ્રાફિક પ્રમાણે બસો મુકાશે

વિસનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અંબાજી ખાતે ભાદરવી પૂનમ નિમિતે અંબાજી જનાર માઇ ભક્તો માટે વિસનગર બસ સ્ટેશન પણ સજ્જ બન્યું છે. જેમાં વિસનગર એસ.ટી.ડેપો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં જવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં વિસનગર એસ.ટી.ડેપો ખાતે એક્સ્ટ્રા બસોના સંચાલન માટે અલગથી બસ પોઇન્ટ ઊભો કરવામાં આવ્યો છે, જે માઇ ભક્તો માટે 24 કલાક ચાલુ રહેશે. મુસાફરોની સંખ્યામાં પ્રમાણે બસોનું સંચાલન કરવામાં આવશે.

અલગથી બસ પોઇન્ટ ઊભો કરાયો, 24 કલાક ચાલુ રહેશે
આ અંગે ડેપો મેનેજરે જણાવ્યું હતું કે ભાદરવી પૂનમના મેળા માટે વિસનગર એસ.ટી.ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં માઇ ભક્તોના ટ્રાફિકના આધારે બસો મુકવામાં આવશે. બીજા મુસાફરોને તકલીફ ના પડે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. જો અંબાજી જવા માટે ભકતો વધારે હશે તો એ રીતે બસો મુકવામાં આવશે. અંબાજી જતા ભક્તો માટે વિસનગર એસ.ટી.ડેપો દ્વારા પોઇન્ટ ઊભો કરવામાં આવ્યો છે, જે 24 કલાક ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...