ડિઝાઇન ફેકલ્ટી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં વિખ્યાત દિશા વડગામા દ્વારા ભૂતપૂર્વ તેમજ ચાલુ સત્રના વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 ફેબ્રુઆરી, 2023ને શુક્રવારના રોજ સેમિનારના અંતર્ગત વિદ્યાર્થીઓને ફેશનના નવા ટ્રેન્ડ અને સ્ટાઇલિંગના મહત્ત્વ વિશે સમજાવવામાં આવ્યા હતા.
તદુપરાંત સેમિનારના વક્તા તરીકે અગ્રણી ફેશન ડિઝાઇનર અને નિષ્ણાંત દિશા વડગામા દ્વારા ફેશન ફીલ્ડમાં કારકિર્દી સંબંધિત વિવિધ પાસાઓ વિષે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે, સેમિનાર પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથેની તેમની વાતચીત 2 પ્લેસમેન્ટ અને 3 ઇન્ટર્નશિપ ઑફર કરવામાં આવી હતી.
આ સેમિનારમાં ફેશન બાબતે રસ ધરાવતા દરેક લોકોએ ભાગ લીધો હતો. પ્રકાશભાઈ પટેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખ દ્વારા માહિતીસભર સેમિનારનું આયોજન કરવા માટે વિશેષ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ડી.જે. શાહનો આ કાર્યક્રમને સફળ બનાવવા તેમની હાજરી અને સહયોગ આપીને જીવનમાં પાવરફૂલ ક્લોથિંગનું જ્ઞાન કેવી રીતે મદદરૂપ થયું તે સમજાવ્યું હતું. તેમજ અત્રે ઉલ્લેખનીય છે કે, દિશા વડગામા લોકપ્રિય ફિલ્મ કોન્ગ્રેચ્યુલેશન્સના કોસ્ચ્યુમ ડિઝાઇનર તેમજ સ્ટાઈલિસ્ટ રહી ચૂક્યા છે.
તેમનું માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે ખૂબ મદદરૂપ બની રહેશે. આશરે 70 જેટલા FDMના ચાલુ સત્રના તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તમામ આયોજન ડિપાર્ટમેંટના હેડ ડૉ. મૌલિક શાહના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. જેમાં FDMના તમામ સ્ટાફમિત્રોએ પણ સક્રિય રીતે કામગીરી હાથ ધરી હતી. સ્થળ અને લોજિસ્ટિક સપોર્ટ આપવા માટે અમે SPCEના આચાર્ય ડૉ. સંતોષ જી. શાહના આભારી છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.