'વેસ્ટમાંથી બેસ્ટ':વિસનગરમાં આદર્શ વિદ્યાલય ખાતે સ્કાઉટ-ગાઈડ અંતર્ગત પ્રવૃતિ યોજાઈ; બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો

વિસનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિ અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃતિ યોજાઈ હતી. જેમાં સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિમા જોડાયેલી બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. બહેનોએ આર્થિક ખર્ચ વિના વેસ્ટ વસ્તુઓમાંથી કુદરતી ફાર્મ હાઉસ, વિવિધ તોરણ, ફુલદાની, શૉ પીસ, પાણીનો ફુવારો, બોલપેન સ્ટેન્ડ, ફોટો ફ્રેમ, ખુરશી-ટેબલ, વોલ-લાઈટ વગેરે બેસ્ટ કલાકૃત્તિઓ રજૂ કરી હતી.

ભાગલેનાર બહેનોને પ્રોત્સાહીત કરાયા
વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિમાં ભાગ લીધેલી બહેનોમાંથી પ્રથમ નંબરે વિંદા વી. ચૌધરી ધો. ૯-બ (કૃત્તિ- કુદરતી ફાર્મ હાઉસ), બીજા નંબરે સુહાની વી. શાહ ધો. ૯-ક (કૃત્તિ- બંગડીઓમાંથી તોરણ), ત્રીજા નંબરે ઉન્નતિ બી. રાવલ ધો.૯-બ (કૃત્તિ- શૉ પીસ), ચોથા નંબરે દૃષ્ટિ એમ. પ્રજાપતિ ધો. ૯-ક (કૃત્તિ- પ્લાસ્ટિકની બોટલમાંથી ફુલદાની) અને પાંચમા નંબરે ભક્તિ એચ. રામી ધો. ૯-ક (કૃત્તિ- કાગળમાંથી તોરણ) પ્રાપ્ત કર્યો હતો.

ભાગલેનારને તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા
વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિને અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખ કે.કે. ચૌધરી સાહેબે તથા શાળાના આચાર્ય એ નિહાળીને ભાગ લેનાર તમામ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. આમ, સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિના કન્વીનર દિપિકા જે. રામીના માર્ગદર્શન નીચે વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિનું સુંદર આયોજન થવા બદલ તથા ભાગ લેનાર તમામ બહેનોને અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર પ્રમુખ અન્ય હોદ્દેદારોએ તથા શાળાના આચાર્ય અને તમામ સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...