તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિસનગર માર્કેટયાર્ડમાંથી રિક્ષા ચોરનારો ચોર કાંસાથી ઝડપાયો

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રામદેવીપીર મંદિર નજીકથી રિક્ષા સાથે ઝડપી લીધો

વિસનગરમાં માર્કેટયાર્ડમાં અાવેલ ભોજનાલય પાસે પાર્ક કરેલ ભાલકના યુવાનની રિક્ષા ચોરી જવાના કેસમાં શહેર પોલીસે ટ્રાફિકની કામગીરી દરમિયાન ચોરીની રિક્ષા સાથે ઝડપી શખ્સની પૂછપરછ કરતાં તેણે ગંજબજાર અાગળથી ચોરી હોવાની કબુલાત કરતાં પોલીસે તેની ધરપકડ કરી રિક્ષા કબજે લઇ તપાસ હાથ ધરી છે. તાલુકાના ભાલક ગામના મોહમ્મદખાન હબીબખાન પઠાણ રિક્ષા (જીજે 1સીએક્ષ 4767) લઇ વિસનગર એમ.એન. કોલેજ ફાટક નજીક હોસ્પિટલમાં દવા લેવા આવ્યા હતા. જ્યાંથી દવા લઈ માર્કેટયાર્ડમાં ભોજનાલય પાસે રિક્ષા પાર્ક કરી જમવા ગયા હતા.

તે દરમિયાન અજાણ્યો શખ્સ રિક્ષા ચોરી ગયો હતો. જમીને પરત આવેલા મોહમદખાને પાર્ક કરેલી જગ્યાએ રિક્ષા ન જોતાં આજુબાજુ શોધખોળ કરી હતી. પરંતુ રિક્ષાની ભાળ ન મળતાં તેમણે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જ્યાં કો.મનોજકુમાર સાહેબરાવ અને રવિકુમારને ટ્રાફિકની કામગીરી દરમિયાન અેક શખ્સ શંકાસ્પદ રિક્ષા લઇ વાલમ તરફથી અાવી રહ્યો હોવાની બાતમી મળતાં પોલીસે ગુરૂકુળ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી કાંસા ગામનો રાવળ વિનોદભાઇ નરસિંહભાઇને રોકી તપાસ કરતાં તેને પાસે કોઇ કાગળો ન હોવાથી પોલીસે ચેચીસ નંબરના અાધારે તપાસ કરતાં અા રિક્ષા ગંજબજારથી ચોરાઇ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રિક્ષા કબજે લઇ રાવળ વિનોદની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...