વિસનગરમાં બજરંગ ચોક ત્રણ દરવાજા ટાવર પાસે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ માટે અપમાનજનક શબ્દોના વિરોધમાં વિસનગર શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શિત કરી ધરણા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યકમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
દેશનું કે રાષ્ટ્રનું અપમાન કોઈ પણ કાળે સાંખી ન શકાય: મંત્રી ઋષિકેશ પટેલ
આ અંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ પર કોંગ્રેસના લોકસભાના વિરોધ પક્ષના નેતા અધિરંજનજી જ્યારે કોમેન્ટ કરતા હોય એ રાષ્ટ્રપતિનુ અપમાન નહિ પરંતુ સમગ્ર રાષ્ટ્રનું અપમાન છે. સમગ્ર દેશનું અપમાન કર્યું છે. સવિંધનિક પદ અને તેની મહત્તા એની પ્રતિષ્ઠા દુનિયા ભરમાં ખરડવા માટે કલંકિત કરવા માટેનુ જે કોંગ્રેસે કૃત્ય કર્યું છે એ ખરેખર વખોડવા લાયક છે. નિંદનીય છે અને માફી ન આપી શકાય એ પ્રકારનુ એવું નિવેદન અધિરંજનજી કરતા હોય ત્યારે કેવળ માફીથી ન ચાલે. પરંતુ એના માટે જે કાયદાકીય પગલાં લેવાતાં હોય એ તમામ પગલાં લેવાવા જોઇએ અને દેશનું અપમાન તો કોઈ પણ કાળે રાષ્ટ્રનું કોઈ પણ કાળે સાંખી ન શકાય એવું કર્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકતા તરીકે વખોડીએ પણ છીએ અને સાથે સાથે એના માટે જે પગલાં એ ચોક્કસ લેવાવા જોઈએ.
હાય રે કોંગ્રેસ હાય હાય ના નારા લાગ્યા
ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી માટે અપમાન જનક શબ્દો ના વિરોધમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રપતિ કા અપમાન નહિ ચલેગા.... નહિ ચલેગા.... હાય રે કોંગ્રેસ હાય હાય... ના જોર જોરથી નારા લાગ્યા હતા. આ ધરણા કાર્યક્રમ માં વિસનગર શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.મહિલા કાર્યકર્તાઓ પણ આ ધારણા કાર્યક્રમમાં જોડાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.