ક્રાઇમ:વિસનગરની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચરી ફોટો વાયરલ કરી દેતાં ચકચાર

વિસનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવતીએ લગ્નબાદ પ્રેમીને સબંધ રાખવાની ના પાડતાં ધમકી આપી

વિસનગર તાલુકાના એક ગામમાં રહેતી યુવતીઅે લગ્નબાદ તેના પ્રેમીને સબંધ રાખવાની ના પાડતાં પ્રેમીઅે તેણીને ધમકી અાપી દુષ્કર્મ કરી યુવતી ફરીથી મળવા ન અાવતાં તેણીના નગ્ન ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેતાં યુવતીઅે અા બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિસનગર તાલુકાના એક ગામમાં રહેતી યુવતી ત્રણ વર્ષ અગાઉ અમદાવાદ લગ્ન પ્રસંગમાં ગઇ હતી તે દરમિયાન તેનો રોનક ધીરૂભાઇ સથવારા નામના શખ્સ સાથે પરિચય થયેલો હતો જેઅો ફોન ઉપર વાતચીત કરતાં પ્રેમસબંધ બંધાયો હતો જે દરમિયાન રોનકે યુવતીના ફોટો પોતાના મોબાઇલમાં પાડી દીધા હતા જ્યાં ચાર માસ પૂર્વે યુવતીનાં લગ્ન થઇ જતાં રોનક યુવતીને સબંધ રાખવા દબાણ કરી તેના ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી અાપતાં યુવતી તેને વિસનગર મળવા અાવતાં રોનકે ઇકો ગાડીમાં કડા રોડ ઉપર લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું.

જ્યાં ફરીથી યુવતીને મળવા માટે દબાણ કરતાં તેણી ન જતાં તેના ફોટો સસરાના મોબાઇલ ઉપર મોકલી દીધા હતા. આ બનાવ અંગે યુવતીઅે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ અાપતાં પોલીસે રોનક ધીરૂભાઇ સથવાર વિરુધ્ધ દુષ્કર્મ અને અાઇ.ટી.અેક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...