તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:વિસનગર નૂતન હોસ્પિટલમાં નવો ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે

વિસનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 એમક્યુ ક્ષમતાનો આ પ્લાન્ટમાં 15 દિવસમાં કાર્યરત થશે
  • 15 વેન્ટીલેટર અને 60 ઓક્સિજનબેડના દર્દીઓની સારવાર કરાશે

કોરોનાથી ઓક્સિજનની તંગીને પગલે વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા 15 દિવસમાં રૂ.50 લાખના ખર્ચે 25 એમક્યુ ક્ષમતાનો પ્લાન્ટ ઊભો કરાનાર છે. જેમાં 15 વેન્ટીલેટર અને 60 ઓક્સિજન બેડવાળા દર્દીઓની સારવાર કરી શકાશે. કુદરતી હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતાં આ પ્લાન્ટમાં લિક્વિડ કે ઓક્સિજનની બોટલોની જરૂરિયાત રહેતી ન હોઇ નવા દર્દીઓની સારવાર પણ કરી શકાશે તેમ યુનિ.ના પ્રેસિડેન્ટ પ્રકાશભાઇ પટેલે જણાવ્યું હતું.

નૂતન જનરલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ચાલતું હોઇ ઓક્સિજનની અછતને કારણે નવા દર્દી દાખલ કરવામાં ભારે તકલીફ રહેતી હોવાથી રૂ.50 લાખના ખર્ચે 25 એમક્યુ કેપેસિટી ધરાવતો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા નિર્ણય કરાયો છે. જે 15 દિવસમાં જ કાર્યરત થઇ જશે. ફાર્મસી કોલેજના ડીન ડો.જે.કે. પટેલે રૂ.5.51 લાખ અને નટુભાઇ નરોત્તમભાઇ પટેલે રૂ. 1.51 લાખ દાન જાહેર કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો